રજની કોટેચા, ગીર સોમનાથ: આ વખતે જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 100 કરોડની નિકાસ સામે સવાલ ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ હોવાના કરાણે ઉના તાલાલા જૂનાગઢ અને કચ્છની કેસર કેરીની નિકાસને અસર થઈ છે. કમોસમી વરસાદ અને ઝાકળના પગલે કેરીમાં ખરલની સમસ્યા થઈ છે. તાલાલા મેંગો માર્કેટ 10મી મેથી શરૂ થવાનો અંદાજો છે.
અત્રે જણાવવાનું કે વેપારીઓ આંબાવાડીઓને વર્ષના લિઝ પર લેતા હોય છે ત્યારે આવા વેપારીઓને કરોડોનું નુકસાન જાય તેવી ભીતી છે. ભારતમાં 3જીમેના રોજ લોકડાઉન પાર્ટ 2 પૂરું થાય છે. હવે આ લોકડાઉન આગળ લંબાવાય છે કે છૂટછાટ મળે છે તે તો આગામી દિવસોમાં ખબર પડશે.
જુઓ LIVE TV
ગુજરાતમાં જે પ્રકારે કેસો વધતા જોવા મળી રહ્યાં છે તે જોતા કયા પ્રકારની છૂટછાટ મળશે તે જોવાનું રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે